ટોરન્ટો સાવવજનનક પ સ્તકાલય - ટોરન્ટો પનલલક લાયબ્રેરી - આપના આ નવા શહેર ખાતે વસવામાાં આપને સહાયક થવા, ઘણી સેવાઓની, તમામ મફત, પેશકશ કરે છે.
આ બધું કરવા અમારી મુલાકાત લો:
- પુસ્તકાલયનું કાર્ડ મેળવવા. એ મફત છે. તે માટે આવશ્યકતા હોય છે માત્ર આપની ઓળખના બે પુરાવાની, જે પૈકીના એક પર આપનું નામ અને સરનામું હોય
- પુસ્તકાલયની તમામ 100 શાખાઓમાં ઉપલબ્ધ ઇન્ટરનેટ વાપરવાની છુટવાળા, વર્ડ પ્રોસેસિંગ અને ઘણા ડેટાબેઝવાળા કમ્પ્યુટર નો ઉપયોગ કરવા
- પુસ્તકાલયની તમામ શાખાઓમાં નિઃશુલ્ક વાઇફાઇથી જોડાવા
- પુસ્તકો, ફિલ્મો, અને બીજું ઘણું શાખામાં રૂબરૂ અથવા ઓનલાઇન મેળવવા. પુસ્તકાલયની સામગ્રી 40થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે
- વસવાટ કાર્યકર -સેટલમેન્ટ વર્કર-ને મળવા જે આપને નોકરી શોધવામાં, ડ્રાઇવર લાયસન્સ મેળવવામાં અને અન્ય ઘણી બાબતોમાં મદદ કરી શકે છે
- અંગ્રેજી શીખવા અને તેનો મહાવરો કરવાના વર્ગો ભરવા
- એક બીજી ભાષા તરીકે અંગ્રેજીની સામગ્રી સહિતનાં પુખ્ત વયનાઓ તથા બાળકો માટેનાં શ્રેણીબદ્ધ ઇલેક્ટ્રોનિક સંસાધનો ડાઉનલોડ કરવા
- નાનો ધંધો કેવી રીતે શરૂ કરવો, બાળકોને વાર્તાઓ કહેવાનો સમય, અને નોકરી શોધવા જેવા વિવિધ મુદ્દાઓ પરના અમારા કાર્યક્રમોમાં હાજર રહેવા
- 100 શાખાઓના સ્ટાફ સાથે જોડાવા. આપના સવાલોનું અમે સ્વાગત કરીએ છીએ અને આપને સહાય કરવા આતુર છીએ. અમારી પાસે ઘણી ભાષાઓના દુભાષિયાઓ છે
ટોરન્ટો પબ્લિક લાયબ્રેરી ખાતેના તમામ તરફથી અમે જલદીથી આપની સાથે મળવા અને આપની સફળતા માટે ઘણાં સંસાધનો સહિયારાં કરવા આતુર છીએ!